Thursday, February 18, 2010

પ્રત્યક્ષ થવા દીધી નહીં......


ને આપવાને મેં લીધા હતા ફૂલ
પણ ખબર એવી આવી, કે તને આપી શક્યો નહીં.
કુદરત રમે છે ક્રૂર રમત એવું સાંભળ્યું તો હતું,
પણ આટલી હદ સુધીની!, એવી ખબર હતી નહીં, ( 1 )

લાગ્યું કે મંઝીલ ની લગોલગ આવી પહોચ્યાં,
પણ રસ્તા ત્યાંથી આમ ફંટાશે, એની ખબર હતી નહીં.
કહેવાને તો નીકળ્યો હતો તને ત્રણ શબ્દ નામે "આઈ લવ યુ " ,
પણ ડોક્ટર ના એ ત્રણ શબ્દોએ ક્યાંય નો રહેવા દીધો નહીં. ( 2 )

આંખો માં તો તે ભલે મને સમાવી લીધો,
પણ દિલ માં તારા, મેં ખુદ ને સમાવા દીધો નહીં.
તુજ ને દુર રાખવા ઉપજાવેલા જુઠ્ઠાણાં થી, યાતનાઓ થઇ ભરપુર મને,
પણ તારા અશ્રુધોધ થી, આ દિલ ને પીઘળાવા દીધું નહીં. ( 3 )

તને આપવા ને લીધેલા એ તારા પ્રિય ગુલાબ ના ફૂલ,
કેમે કરી ને હું ત્યજી શક્યો નહીં,
પાંખડીઓ તો અકબંધ રહી, પણ એમાં ખુશ્બુ રહી નહીં,
યાદો માં તો તને ખુબ લાવી પણ તને પ્રત્યક્ષ થવા દીધી નહીં. ( 4 )


આ સંભારણું પંચ મહાભૂત માં વિલીન થાય એ પહેલા,
મઢી તેને કવિતા માં, સમર્પિત કરી રહ્યો અહીં,
એઇડ્સ ના આ દર્દી ની કરુણ ગાથા,
સાંભળી ને તું મને માફ કરીશ કે નહીં ? ( 5 )

No comments: