Wednesday, June 30, 2010

ટચુકડી....

પહેલા હૃદય માં વાગ્બાણ મારી,
હવે કહે છે extremely sorry

જો કરવો હોય તમારે જીંદગી માં હર હંમેશ કિલ્લોલ ,
તો ક્યારેય ના મારશો કોઈ ને શબ્દો ના ગીલ્લોલ.

ક્યાં આ સંબંધો ના તાણા વાણા માં ભરાયા,
માન્યાતા જેમને પોતાના એ થયા પરાયા.

सब रिश्ते तो गवारा हो गए बेनाम,

सब रिश्ते तो गवारा हो गए बेनाम,
बस एक ग़म से नाज़ायास रिश्ता बनाए हुए हैं |

Friday, June 4, 2010

હું ને તું...


વિચારતો હતો કે શું લખું ત્યાં તો તારો ચહેરો સામે આવ્યો,
ને મસ્તી માં ડોલતો હું ઇશ્ક ની સાહી માં કલમ ડુબાડી આ લખવા માંડ્યો.

હું એટલે તારા પ્રેમ માં બનેલો ચુંબક,
ગમે ત્યાં જાય ને ભટકે ગમે ત્યાં, પણ અંતે ચોંટે તો "લોખંડ" ને જ. (1)

તું એટલે એક ઘુઘવતી, મસ્ત અલ્લડ એવી નદી,
ગમે તે થાય પણ એના "સાગર" ને તો મળી ને રહે જ. (2)

તારો મારો સાથ એટલે જાણે સંગીત ના સાત સુર,
ભેગા મળી ને ન જાણે કેટલા રાગ નીકાળે, પણ અંતે રહે તો એના એ જ. (3)

કરું છું પ્રભુ પ્રાર્થના તને,
દુનિયા ભલે બદલાય ગમે તેટલી, એક બીજા માટે અમે રહીએ એ ના એ જ. (4)