Friday, September 21, 2007

હવે ખબર છે પડી...........


દિલ ના ઉંડાણ માં તું જ તું હતી,

ઍનિ આજ ખબર છે પડી,

જ્યારે નજીક આવી,

વિદાય ની આ વસમી ઘડી. (1)


કેમ તને જોતા જ થતી'તી,

મીઠી શી મુંજવણ,

કેમ તારી જોડે વાતો કરવાને,કરતો'તો,

કૈંક કેટલી મથામણ. (2)


પાસે બોલાવીને કરતી'તી નાનામાં નાની વાત,

કેમ ઍ યાદ આવે છે?,

હસતા હસતા મારતી'તી ટપલીઓ,

ફરી ફરી ને કેમ ઍ યાદ આવે છે? (3)

કેમ પ્રત્યેક પલકારા વચ્ચે તારો જ ચેહરો દેખાય છે,

કેમ પ્રત્યેક શ્વાસ માં તારી જ મહેંક વર્તાય છે...

તૂ જવાની છે દૂર મારાથી ઍ વિચારતા જ,

કેમ અજાણ્યો અજંપો અનુભવાય છે. (4)

ના નથી આ માત્ર દોસ્તી,

આ છે કૈંક દોસ્તી થી વિશેષ,

હવે ખબર છે પડી કે,

તું નથી, તો નથી જિંદગી માં બચ્યું કંઇ પણ શેષ. (5)


મેળવી લીધો છે આ માનસ નો તાગ,

ને ખોલી દીધા છે લાગણીઓ ના ભેદ,

નહીં જવા દઉ ક્યાય હું તને,

કરીશ મારા આલિંગન માં કેદ. :) (6)