Wednesday, January 13, 2010

સ્વીકારી લે એ મને....


જ્યાં પણ જોઉં ત્યાં થાય, એનો જ આભાસ,
એના ચેહરા માં છે કંઈક અજબ એવું,
જેટલી વાર જોઉં, એટલી વધતી રહે એના દીદાર ની પ્યાસ. ( 1 )

વાત કરતા કરતા જયારે એ કહે, તું લાગે છે 'જક્કાસ',
બહુ બધું કહું હું એને, થાય મને એવું,
પણ અંતે મન માં જ કહું, "તું તો 'નાઈટ ડ્રેસ' માં પણ મને લાગે 'જક્કાસ'. " ( 2 )

એ વાત કરે ને હસે જયારે, પથરાય આ દિલ માં ઉજાસ,
એ મારા માટે જ બની છે એવો,
હૃદયે તો ક્યાર નો ય, કાઢી લીધો છે ક્યાસ. ( 3 )

એ કરીએ એક બીજા ને અડપલા ને કહીએ, "ના આપ મને ત્રાસ",
પણ બંને ને ખબર છે, કે એમાં છે કંઈક એવું,
જે લાવે છે બંને ને નજીક, ઉમેરે છે સંબંધ માં મીઠાસ. ( 4 )

કહે મને,
બે ઘડી મારી સાથે વાત ના કરે ત્યાં સુધી, નથી લઇ શકતી નિરાંત નો શ્વાસ,
છું આમ તો હું પણ એની બહુ કરીબ એવું,
પણ શું એને પણ એટલો જ ઊંડો છે, જેટલો મને એના માટે છે એહસાસ ? ( 5 )

આરતી માં રહેલી અમીયતા ને ઘંટારવ ની પવિત્રતા નો, એના ઉર ને કંઠ માં છે વાસ,
એને કેહવા જતા પહેલા પ્રાર્થું છું કનૈયા તને , કર કંઈક એવું,
સ્વીકારી લે એ મુજ દીવાના નો, પ્રેમ - કારાવાસ. ( 6 )
.
.
.
.
.
.
જાણું છું એને એટલે જ વિચારું છું કે.....

જો ડર હશે એને કે હા ભણી પછી, પ્રેમ માં આવશે દુકાળ ને અમાસ,
હું કહીશ, "અજમાવી જો, હોય તને મન માં જો એવું",
જો કેવો રાખું છું આપણો પ્રેમ બગીચો, લીલોછમ બારે માસ. ( 7 )
:)