Monday, July 26, 2010

જોવા બેસો તો જોવા મળશે...


જોવા બેસો તો જોવા મળશે દરેક જાત ના માનવ,
ક્યાંક કોઈક દેવ તો ક્યાંક કોઈક દાનવ.

એવું તો નથી કે ઉપર સ્વર્ગ છે અને ઉપર જ છે નરક,
જોવા બેસો તો જોવા મળશે જીંદગી,
ક્યાંક કોઈક મોજ તો ક્યાંક કોઈક દોજખ. ( 1 )

એવું તો નથી કે કુદરત છે માત્ર સર્જનમય કે માત્ર વિનાશમય,
જોવા બેસો તો જોવા મળશે કુદરત ની લીલા,
ક્યાંક અવનવા લયસ્તરો તો ક્યાંક અમંગળ પ્રલય. ( 2 )

એવું તો નથી કે મોહ માયા ત્યજવા માટે બનવું જ પડે ભગવાધારી,
ધ્યાન થી જોશો તો દેખાશે છ્દમ્વેશી,
કોઈક સંસારી સાધુ તો કોઈક સાધુ બની ને પણ વ્યભિચારી. ( 3 )

એવું તો નથી કે દરેક જણ દેખાડે સરખી રીતે, મન માં ભરાયેલો રોષ,
સંસાર ના આ બેવડા વલણો પર જોશો તો,
કોઈક મારી ને બતાડે ગુસ્સો તો કોઈક કવિતાથી પ્રગટ કરે આક્રોશ. ( 4 )

જોવા બેસો તો જોવા મળશે દરેક જાત ના માનવ,
ક્યાંક કોઈક દેવ તો ક્યાંક કોઈક દાનવ.
.
.
.
.
.

અને છેલ્લે ભલે આ કવિતા થી એને કઈ લાગતું વળગતું નથી પણ છતાય લોકો ની પુત્ર એટલે રત્ન અને કુળદીપક અને પુત્રી એટલે બોજ અને કુળવિનાશક ની વિચારસરણી બદલાય એ માટે,

એવું તો નથી કે દીકરાથી જ છે ખાનદાન નું અસ્તિત્વ,
જોવા બેસો તો જોવા મળશે માનુનીઓ,
કોઈક બીઝનેસ માં લઇ જતી દેશ ને મોખરે તો કોઈક કરતી ઓલ્મ્પીક્સ માં દેશ નું પ્રતિનિધિત્વ.

No comments: